પશ્ચિમ રેલવે અમદાવાદથી તિરુચિરાપલ્લી વાયા સુરત માટે 27મી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ અમદાવાદથી દર ગુરુવારે સવારે 09. 30 વાગ્યે ઉપડશે અને શનિવારે 03. 45 વાગ્યે તિરુચિરાપલ્લી પહોંચશે. આ ટ્રેન 24 નવેમ્બર 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સ્પેશિયલ તિરુચિરાપલ્લીથી દર રવિવારે 05. 45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21. 15 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 27 નવેમ્બર 2022 સુધી ચાલશે.

આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કાલાબુર્ગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટકલ, તાડીપત્રી, કુડ્ડાપહ રેનિગુંટા, અરક્કોનમ પેરામ્બુર, ચેન્નાઈ એગ્મોર, તાંબારામ, ચેંગલપટ્ટુ, વિલપુર બંને દિશામાં સ્ટોપેજ લઈને દોડશે. કુડ્ડલુપુરમ પોર્ટ, ચિદમ્બરમ, સિરકાઝી, માયલાદુથુરાઈ, કુમ્બકોનમ, પાપનાસમ અને તંજાવુર સ્ટેશન. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે એવી માહિતી મળી રહી છે.