સુરતના અડાજન માં આવેલ પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવ
મંદિરના મહારાજ દીપકભાઈ જોશી એ જણાવ્યું હતું
કે આ વખતે એક જ મહિનામાં બે વખત ગ્રહણના યોગ
સર્જાયા છે આવતીકાલે કારતક સુદ પૂનમને દિવસે ખગ્રાસ
ચંદ્રગ્રહણનો યોગ સર્જાયો છે. આ ચંદ્ર ગ્રહણ બપોરે ૨: ૪૦
વાગે સ્પર્શવાનું છે તેના આઠ કલાક પહેલા ગ્રહણનો વેદ
લાગતો હોય છે જેને લઇ આવતીકાલના ચંદ્ર ગ્રહણનો
વિવિધ સવારે 6: 00 વાગ્યાથી શરૂ થઈ જશે અને જેને લઇ
તમામ ધર્મસ્થાનો ના દેવી દેવતાઓને ચોખા કપડાં વડે ઢાંકી
દેવા પડતા હોય છે. આ દિવસે જ્યાં સુધી ચંદ્રગ્રહણ મોક્ષમાં ન જાય ત્યાં સુધી ધર્મસ્થાનોના દરવાજા ભક્તોના દર્શન માટે ખોલાતા નથી. જેને લઇ આવતી કાલના ગ્રહણનો મોક્ષ સાંજે 6: 19 કલાકે છે. જેથી ગંગેશ્વર મહાદેવ મંદિરના દરવાજા આવતીકાલે. સાંજે 7: 30 વાગે ખોલવામાં આવશે. ભક્તો માટે ગ્રહણના સમયની મંદિરમાં આપી જાણકારી સુરતના અડાજણ વિસ્તારમાં આવેલું ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ચંદ્રગ્રહણ વિશેની તમામ માહિતી ભક્તોને પૂરી પાડવામાં આવી હતી. ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે કારતક સુદ પૂનમને ખગ્રાસ ચંદ્રગ્રહણનો જે યોગ સર્જાયો છે તેની અસર ક્યારથી શરૂ થશે અને તે ક્યારે પૂર્ણ થશે તે તમામ બાબતની માહિતી દર્શાવી હતી. જેને લઇ આ સમય દરમિયાન મંદિરોના ધાર્મિક સ્થાનો શા માટે બંધ રહેશે તે પણ દર્શાવવામાં આવ્યું હતું.