અમદાવાદ શહેર વિસ્તારમાં વિદેશી નાગરીકોનો ડેટા મેળવી ને તેનો ઉપયોગ કરી જુદી

જુદી પ્રોસેસના નામે ફોન કરી તેમને પોતાની વાતોમા ફસાવી તેમની પાસેથી જુદી જુદી સ્કીમ હેઠળ

નાણા મેળવી લઇ તેમને આર્થીક નુકશાન પોહચાડી છેતરપીંડી કરવાને લગતા સાયબર ક્રાઇમને

લગતા ગુનાઓ કરી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટરો ચલાવનાર ઇસમોની માહિતી મેળવી તેમને પકડી

તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સારુ ક્રાઇમબ્રાંચના અધિક પોલીસ કમિશનર સા.શ્રી

પ્રેમવિરસીંગ સાહેબ તથા સાયબર ક્રાઇમના નાયબ પોલીસ કમિશનર સા.શ્રી અજીત રાજયાણ સાહેબ

તથા મદદનીશ પોલીસ કમિશનર સા.શ્રી જે.એમ.યાદવ સાહેબ નાઓએ સુચના કરેલ હોય.

જે આધારે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.પટેલ નાઓએ તેમની

સાથેના પોલીસ સ્ટાફના માણસોને ખાનગી બાતમીદારો પાસેથી આવી ગુનાહીત પ્રવુતી આચરનાર

ઇસમોની માહિતી મેળવી કાયદેસર કરવા સુચના કરેલ હોય. જેથી આ બાબતે અત્રેના પોલીસ સ્ટાફના

માણસો (૧) અ.હેડ.કોન્સ. બાબુભાઇ વિરસંગભાઇ બનં. ૫૦૨૦ તથા (૨) અ.હેડ.કોન્સ હર્ષદભાઇ

રામાભાઇ બ.નં.૯૨૩૦ નાઓને બંન્નેને વિદેશી નાગરીકો સાથે છેતરપીંડી આચરવા વિદેશી નાગરીકોનો

જરૂરી ડેટા એક ઇસમ આપી રહેલ હોવાની સંયુક્ત બાતમી મળતા સદરી બાતમી આધારે બાતમી

હકીકતમાં જણાવેલ જગ્યાએ તપાસ કરતા મનન સ/ઓ હરેશભાઇ જાની ઉ.વ.૨૬ રહે-મકાન નં-૧૫,

ઉમાનગર સોસાયટી, સુરેલીયા એસ્ટેટ, વસ્ત્રાલ મેટ્રો રોડ, વસ્ત્રાલ, અમદાવાદ શહેર નાઓ મળી આવેલ

જેની પાસેથી રેઇડ દરમ્યાન મળી આવેલ મોબાઇલ ફોન તેમજ લેપટોપ માંથી એમરીકાના,

યુ.કે(યુનાઇટેડ કીંગ્ડમ) તેમજ અન્ય વિદેશી નાગરીકોનો ડેટા તેમજ કોલીંગનુ કામ કાજ કરવા

ઉપયોગમાં લેવાતી VICIDAIL નામની વેબબ્રાઉઝર એપ્લીકેશના જુદા જુદા સર્વરના એડમીન

આઇ.ડીમાં લોગીન થયેલ હોવાની હકીકત મળી આવેલ હોય. જેથી સદરી ઇસમ ગેરકાયદેસર રીતે

વિદેશી નાગરીકો સાથે જુદી જુદી પ્રોસેસના નામે છેતરપીંડી આચરવા જરૂરી લીડ ડેટા ઓનલાઇન જુદી

જુદી રીતે મેળવી તે આગળ કોલીંગનુ કામ કાજ કરતા ઇસમોને આપતો હોવાની હકીકત તપાસ

દરમ્યાન મળી આવેલ હોય. તેમજ તેની પુછપરછ કરતા પણ ઉપર જણાવ્યા મુજબની પ્રોસેસ કરતો

હોવાની કબુલાત કરતો હોય. તેને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. તેમજ સદર લીડ ડેટા

કોલીંગનુ કામ કરી છેતરપીંડી આચરતા ઇસમને આપવા માટે પોતે પૈસા મેળવી કમાણી કરતો હોવાની

હકીકત જણાવેલ હોય. જેથી તેને ગુનામાં અટક કરવામાં આવેલ છે. જેની ગુનાની વધુ તપાસ હાલ

પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.પટેલ નાઓ ચલાવી રહેલ છે.

આ કામના આરોપી પાસેથી ગુનો કરવા ઉપયોગમાં લીધેલ લેપટોપ નંગ-૧, મોબાઇલ

ફોન નંગ–પ, પેનડ્રાઇ નંગ-૧, હાર્ડડીસ્ક નંગ-૧, રાઉટર નંગ-૧ તેમજ મળી આવેલ ડેટાની હાર્ડકોપીમાં

કાઢેલ પ્રીન્ટઆઉટ ને Annexure-૧ અને ર તે રીતેનો કુલ્લે રૂ.૨૧,૮૦૦/- નો મુદ્દામાલ મળી આવતા

ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ છે.

જે આ કામનો આરોપી ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે. તેમજ હાલ પોતે આ લીડ

ડેટાના મેળવી આગળ કોલીંગ કરતા ઇસમોને વેચવાનુ અને ડીઝાઇનીંગનુ કામ કાજ કરતો હોવાની

હકીકત જણાવે છે.