અમરેલી જિલ્લા ના બાબરામાં નિવૃત મામલતદારના નામે જ્ઞાતિના જ શખ્સૅ મંડળીમાંથી ધિરાણ લઇ ભરપાઇ કર્યું ન હતું બાબરામા નિવૃત મામલતદારના નામે તેની જ જ્ઞાતિના શખ્સે બનાવટી કુલ-મુખત્યારનામાના આધારે મંડળીમાથી પાક ધિરાણ મેળવી રૂપિયા ૪.૩૩ લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે . બાબરામા નવી કોર્ટની બાજુમા ભાવનગર રોડ પર રહેતા નિવૃત મામલતદાર એમ.ડી.માંજરીયાએ આ અંગે બાબરામા ખાનભાઇ કુવા શેરીમા રહેતા તેની જ જ્ઞાતિના રામકુભાઇ એભલભાઇ ખાદા સામે બાબરા પોલીસ મથકમા ફોજદારી ફરિયાદ નોંધાવી છે . જેમા તેમણે જણાવ્યું છે કે તેઓ બાબરામા ૬૫ વિઘા ખેતીની જમીન ધરાવે છે . તેઓએ મામલતદાર કચેરીમાથી ૭ / ૧૨ ની નકલ કઢાવતા જમીન પર બોજો હોવાની જાણ થઇ હતી . તેમણે ફરિયાદમા જણાવ્યું હતુ કે રામકુભાઇ ખાદાએ પોતાની નામે ચાલતી બાબરા ખાતાની ખેતીની જમીન ઉપર ઉતરોતર પાક ઘિરાણ લીધું હતું . જે તે સમયે તેમણે
બનાવટી કુલમુખત્યારનામુ બનાવી વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી ઉતરોતર ખેત ધિરાણ લીધુ હતુ . તે સમયે તેમની સામે ફરિયાદ કરવા કાર્યવાહી કરતા તેમને ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર ૨૦૧૪ મા રકમ ભરી દેવાની સમજુતી કરી હતી . અત્યાર સુધી તેઓ આ રકમ ભરવા બાબતે ખોટા વાયદાઓ કરતા હોય આખરે તેમણે આ અંગે ફોજદારી ફરિયાદ કરી
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.