રાજ્યમાં મહિલાઓ, દીકરીઓ, બાળાઓ સાથે એકાએક દુષ્કર્મ-બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ખંભાતમાં એક મહિલાને મોબાઈલ લઈ આપવાના બહાને ખાનગી હોટલમાં દુષ્કર્મ ગુજારતા મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.
મળતી માહિતીનુસાર, ખંભાતમાં મિત્રની પત્ની સાથે જયેશ નામના યુવકની આંખ મળી જતા તેઓ બંને છેલ્લા દોઢ માસથી એક બીજાને મળતા હતા.પરંતુ મોબાઈલ પકડાઈ જતા યુવકે પરિણીતાને મોબાઈલ આપવાની લાલચ આપી ખાનગી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.જેની જાણ પરણિતાએ પતિને કરી હતી.અને ત્યારબાદ પરિણીતાએ યુવક વિરુદ્ધ ૩૭૬ કલમ મુજબ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.