ડીસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજય દેસાઈ ની સાથે ડોર ટુ ડોર પ્રચારમાં કોંગ્રેસના 8 થી 10 કાર્યકરો જ જોવા મળ્યા

મતદારોને પગે પડતાં અને હાથ જોડતા નજરે પડ્યા

ડીસા વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે જેને લઇ કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને બે દિવસ અગાઉ જ કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 15 જેટલા કાર્યકરો એ રાજીનામાં આપી દીધા હતા ત્યારે એક તરફ કોંગ્રેસના કાર્યકરો નારાજ થયા છે તો બીજી તરફ સંજય દેસાઈએ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે સોમવારે ટેકરા વિસ્તારમાં ચૂંટણીનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની સાથે કોંગ્રેસના માત્ર 8 થી 10 કાર્યકરોજ સાથે દેખાયા હતા અને લોકોને પગે પડી હાથ જોડી મત આપવા અપીલ કરી રહ્યા હતા