ચૂંટણી નાં સમયે કચ્છ કોંગ્રેસ ને લાગ્યો ફટકો. એક પછી એક કોંગ્રેસી નેતાનાં રાજીનામા પડયા હતા. જેના કારણે કોંગ્રેસ પાર્ટીને લાગ્યો છે મોટો આંચકો. ભુજ નગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતાની કોંગ્રેસ પાર્ટીમાં સતત થતી અવગણના ને કારણે રાજીનામું આપ્યું હતું. ત્યારે તેના સપોર્ટમાં અન્ય કોંગ્રેસના નેતાઓએ રાજીનામા ધરી દીધા હતા.

એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસનું કડ વધારવા આગળ ધપી રહ્યા છે ત્યારે કચ્છ મા કોંગ્રેસ તૂટી રહી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યુ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એક પક્ષમાં થી બીજા પક્ષમાં જોડાઈ જનારા ઘણા લોકો હોય છે. પરંતુ અહીં એવું નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અને વફાદાર નેતાઓ જેણે અનેક જગ્યાએ હરીફ પક્ષ ને હંફાવ્યા હોય તેવા કદાવર નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા એ રાજીનામું આપતા કચ્છનું રાજકારણ ગરમાયું છે.

કચ્છના પાટનગર ભૂજમાં કોંગ્રેસપક્ષના આક્રમક નેતા સુધરાઈના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પક્ષમાં સંગઠન જેવું કંઈ છે જ નહીં અને ખોળ અને ગોળ સમાનની નીતિના આક્ષેપો સાથે સક્રિય સદસ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું.તેમની સાથે ભુજ સુધરાઈના વિપક્ષી નેતા, નગરસેવકો સહિત 21 જેટલા હોદ્દેદારોએ પણ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. ભુજ કોંગ્રેસમાં પક્ષમાં થયેલો ભડકો કચ્છને દઝાડે તેવી શક્યતા જાગૃતો વ્યકત કરી રહ્યા છે.

ભુજ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનાં સમર્થન સાથે આજે અન્ય 21 હોદ્દેદારોએ પણ રાજીનામા આગળ ધાર્યા છે. રાજીનામા આપનાર ચૂંટાયેલા સદસ્યો, કોંગ્રેસના સક્રિય સદસ્યો અને હોદ્દેદારો સામેલ છે જેની યાદી નીચે જણાવેલ છે.

૯૧) જયદેવભાઈ ખોડીદાન ગઢવી, શહેર ઉપપ્રમુખ

૦૨) કરિમાબેન પઠાણ, જીલ્લા મહિલા વાઇસ પ્રેસિડેન્ટ, જીલ્લા કોંગ્રેસ મંત્રી

૦૩) અનિલ ત્રિકમદાસ બારમેડા, પૂર્વ મહામંત્રી,

૦૪) મયુર ભીમજી ખટાણા, સદસ્ય,

૦૫) સોનિયા કિશોર ઠક્કર,જીલ્લા મહિલા ઉપપ્રમુખ, જીલ્લા કોંગ્રેસ મંત્રી

૦૬) કાસમ મામદ સમા, વિપક્ષી નેતા, ભુજ નગપાલીકા,

૦૭) ફકિરમામદ આર.કુંભાર,પૂર્વ વિપક્ષી નેતા, ભુજ નગપાલીકા,

૦૮) મુસ્તાક હિંગોરજા, મંત્રી, કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ

૦૯) હસમ સમા, મંત્રી, કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ

૧૦) આઇસુબેન સમા, સદસ્યા, ભુજ નગર પાલિકા,

૧૧) ફાલ્ગુનીબેન ગોર, સદસ્યા, ભુજ નગર પાલિકા,

૧૨) મરિયમબેન સમા, સદસ્યા, ભુજ નગર પાલિકા,

૧૩) મંજુલાબેન ગોર, સદસ્યા, ભુજ નગર પાલિકા,

૧૪) રાણબાઈ મહેશ્વરી, સદસ્યા, ભુજ નગર પાલિકા,

૧૫) હમીદભાઈ સમા, સદસ્ય, ભુજ નગર પાલિકા,

૧૬) રસિકબા જાડેજા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ

૧૭) અમિતભાઈ ગોર, મહામંત્રી, ભુજ શહેર કોંગ્રેસ સમિતિ,

૧૮) અમિષ એન.મહેતા, મહામંત્રી, કચ્છ જીલ્લા કોંગ્રેસ

૧૯) હિંમતસિંહ બી. જાડેજા, પૂર્વ સરપંચ, કેશવનગર ગ્રામ પંચાયત

૨૦) કાજલબેન સંજય ઠક્કર, પૂર્વ સદસ્યા, ભુજ નગર પાલિકા,

૨૧) પુનીતાબેન મુકેશ ચૌહાણ, પૂર્વ સદસ્યા, ભુજ નગર પાલિકા,

અહીં આપને જણાવી દઈએ કે, આજે અપાયેલા રાજીનામા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને અપાયા છે. જાડેજાના સમર્થનમાં ભુજ સુધરાઇના વિપક્ષી નેતા, નગરસેવકો સહિત શહેર-પ્રદેશ કક્ષાના 21 જેટલા હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતાં પક્ષમાં ચિંતા ફેલાઇ છે. ભુજમાં આમ પણ કોંગ્રેસનું માળખું નબળું હતું અને આ રાજીનામાઓને પગલે તે સાવ પડી ભાંગતા હવે આગામી ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણી જંગ મુશ્કેલભર્યો બની રહેશે. રાજેન્દ્રસિંહ જાડેજાના રાજીનામા બાબતે તેમના સમર્થનમાં આવેલા હાજી જુમા રાયમાએ પણ પ્રદેશ પ્રમુખને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, જિલ્લામાં સંગઠન જેવું છે જ નહીં અને લશ્કર ક્યાં લડે છે તે કોઈને ખ્યાલ નથી. જેથી પક્ષમાં ભારે અસંતોષ છે. શ્રી જાડેજાનું રાજીનામું કચ્છની છ એ છ બેઠક પર અસર કરશે તેમ કહી સત્વરે સંકલન સમિતિ અથવા કાર્યકારી પ્રમુખ નીમી પરિસ્થિતિ કાબૂ કરવા જણાવ્યું હતું

અહીં નોંધનીય છે કે, ગત વિધાનસભામાં પણ શ્રી જાડેજાનું નામ ટિકિટ માટે મોખરે હતું. ત્યારે પણ સમીકરણો બદલાઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણીને લઈ ભુજ બેઠક પર પટેલ ફેકટર કામ કરી રહ્યું છે અને કોંગ્રેસ પક્ષે અરજણ ભુડિયાનું નામ નક્કી હોવાની વાતને પગલે સતર વર્ષોથી સક્રિય રહેલા જાડેજાએ રાજીનામું આપ્યાનું પણ ચૂંટણી રસિયાઓમાં ચર્ચાતું હતું. 

દરમ્યાન વિધાનસભા ચૂંટણી સાવ નજીક છે છતાં કોંગ્રેસ ભુજ બેઠકના ઉમેદવાર જાહેર નથી કરાતા. જેથી તૈયારી માટે સમય સાવ ઓછો મળશે તે સહિતના કારણો અને શ્રી જાડેજાના સમર્થનમાં ભુજ સુધરાઇના વિપક્ષી નેતા, નગરસેવકો સહિત શહેર-પ્રદેશ કક્ષાના 21 જેટલા હોદ્દેદારોએ પણ રાજીનામાં આપ્યા છે. હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. આજના આ રાજીનામાનો દૌર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.