ગાંધીનગરના કોલવડામાં પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે નિશાનવાળા વાસમાં રહેતી 65 વર્ષીય લિસ્ટેડ વૃદ્ધ મહિલા બુટલેગરને 33 હજારના દારૂ અને બિયરનાં જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવહી હાથ ધરવામાં આવી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વિધાનસભાની ચૂંટણીને લઈને દેશી વિદેશી દારૂની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કવાયત શરૂ કરી દેવાઈ છે. ઉપરાંત લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જે અન્વયે પેથાપુર પોલીસ મથકના પીએસઆઈ એમ એસ રાણાએ પોતાની હદ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો તેમજ દેશી વિદેશી દારૃનું વેચાણ કરતાં ઈસમોને ઝડપી પાડવા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

જેનાં પગલે પોલીસને બાતમી મળી હતી કે, કોલવડા ગામની લિસ્ટેડ મહિલા બુટલેગર મંજુલાબેન બાબુજી ઠાકોર પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરી રહી છે. આથી પોલીસની ટીમે કોલવડામાં નિશાળવાળા વાસમાં રહેતી મંજુલાબેન ઠાકોરના ઘરે દરોડો પાડીને બિયર અને વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.