ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે રહેતો અને મારુતિ વાન ચલાવી ખાનગી મુસાફરોનું પરિવહન કરતો પરણીત યુવાન ધર્મેન્દ્ર ઉર્ફે સુનિલ ભયલાલભાઈ બારીયા અને પ્રેમ લગ્ન કરી લગ્નેત્તર સંબંધો તોડી પોતાના પિયરમાં રહેતી પાવી જેતપુર તાલુકાના બોરકંડા ગામની રસુલા ગોપાલભાઈ રાઠવાએ પાવાગઢના ગાઢ જંગલમાં જઈ એક સાથે એક જ ઓઢણીનો સામસામે ગાળીયો બનાવી પોતાના ગળે ભરાવી ઝાડની ડાળીએ લટકી જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે સુનિલનું આજથી ચાર વર્ષ પહેલા ઘોઘંબા તાલુકાના આંકલાવ ગામે લગ્ન થયું હતું જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે સુનીલને દોઢ વર્ષીય બાળક પણ છે જ્યારે રસુલા રાઠવાનું પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે રહેતા યુવાન સાથે આજથી એકાદ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયું હતું જેમાં પ્રેમ લગ્નના એક વર્ષ જેટલા સમયમા રસુલાનું મન પ્રેમલગ્નથી ભરાઈ જતા તેણે પ્રેમલગ્ન તોડી નાખી લગ્નેતર સંબંધનો અંત આણ્યો હતો અને ધર્મેન્દ્ર ઉર્ફે સુનીલના સંપર્કમાં આવી હોવાનું અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોઈ જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે સુનિલ પરિણીત હોવાથી અને એક દોઢ વર્ષીય બાળકનો પિતા હોવાથી અને રસુલા અગાઉના લગ્નેત્તર સંબંધો તોડી પિયરમાં રહેતી હોવાથી બન્નેએ એવું વિચાર્યું હશે કે સમાજ તેઓને એક સાથે રહેવા નહીં દે અને તેઓના સંબંધને સ્વીકારશે નહીં માટે મરવાનું બન્નેએ પસંદ કરી પાવાગઢના ગીચ વેરાન જંગલમાં આવી પોતાની જીવન લીલા સંકેલી લેવાનો નિર્ણય કરી બન્નેએ એક સાથે ઝાડની ડાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 જેમાં જંગલમાં ઢોર ચરાવવા ગયેલા એક ગોવાળિયાએ બન્નેના મૃતદેહને ઝાડ પર મૃત હાલતમાં લટકતા જોતા બનાવ અંગે તાત્કાલિક પાવાગઢ પોલીસને જાણ કરી હતી જેમાં મુખ્ય રોડથી બે કિલોમીટર સુધી ઘનઘોર ગીચ વેરાન જંગલમાં પોલીસને પગપાળા જવું પડ્યું હતું અને સ્થળ પર પહોંચી પોલીસે બન્નેના મૃતદેહનો કબજો મેળવી ભારે જહેમત બાદ હાલોલની રેફરલ હોસ્પિટલ સુધી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા જે બાદ પાવાગઢ પોલીસે બન્નેના આપઘાત અંગે જરૂરી કાગળિયા કરી આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે. 

મુસ્તાક દુરવેશ, હાલોલ.