શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં સંતરામપુર નગરને નિશાન બનાવતા તસકરો
પ્રાપ્ત વિગતો અનુસાર દિવાળી પૂરી થતાની સાથે જ જાણે કે સંતરામપુર નગરમાં તસ્કરોને બોણી કરવાનો ટાઈમ મળી ગયો હોય તેમ સંતરામપુર નગરમાં પોલીસના નાકની નીચે અમરદીપ સોસાયટી અને મોહમ્મદી સોસાયટીમાં ચોરી નો પ્રયાસ કર્યો જેમાં મોહમ્મદી સોસાયટીમાં રહેતા પ્રોફેસર બી.બી.શેખ નાં મકાન ની આગળના ભાગમાં આવેલ સી.સી. કેમેરા પણ તોડી નાખેલા છે અને મુખ્ય પ્રવેશ દ્વાર નું તાળું તોડી પાડવા માટે નો પ્રયાસ કરતાં પડોશના લોકો જાગી જતા બુમબુમ થતા ચોર ભાગી ગયા હતા અને જતાં જતાં એક ગરીબ વર્ગના વ્યક્તિની બાઈક ની ચોરી કરી હોવાનું જાણવાં મળ્યું છે,
અને ત્યારબાદ અમરદીપ સોસાયટીમાં વેકેશનમાં બહાર ગયેલા હાર્દિક ભાઈ ભોઈ નાં ઘરમાં હાથ ફેરો કરીને ઘરમાં દરેક વસ્તુ રદે ફડે કર્યા બાદ રોકડ રકમની ચોરી કર્યાની ફરિયાદ સંતરામપુર પોલીસ મથકે નોંધાય છે
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કોલેજ રોડ ઉપર આવેલ મોહમ્મદી સોસાયટીમાં ગત વર્ષે પણ ત્રણ વાર ચોરી કરવામાં આવી હતી જેમાં પોલીસે પગેરું શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમાં તે સફળ થયા નથી ગઈકાલ રાતે માત્રને માત્ર બે હોમગાર્ડ જવાનને મૂકી દેવાથી પોલીસ નો પોઇન્ટ પૂરો થઈ જતો નથી અવારનવાર મોહંમદી સોસાયટીમાં ચોરી પેદા પડી ગયેલા ચોરોને પોલીસ દ્વારા કડક અને સઘન પેટ્રોલિંગ હાથ ધરીને ચોરોને પકડવા માટેનું સહિયારો પ્રયાસ કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર સંતરામપુર નગરમાં આવતા નજીકના બહારના કે આંતરરાજ્યના ચોરો સફળ થઈ શકે તેમ નથી....
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે સંતરામપુર નગરમાં શિયાળો શરૂ થતાની સાથે ગરમ વસ્તુ વેચવા વાળા, ગરમ ધાબળા વેચવાવાળા અને ફેરિયાઓ રેકી કરી જતા હોય અને તેઓ બીજા રાજ્યના બીજા જિલ્લાના હોય સંતરામપુર ની આજુબાજુમાં રહેતા ભીખ માંગવા વાળા, મદારા ,બાવા લોકોનો સાથ સહકાર લઈને સોસાયટીઓમાં બંધ મકાનોને ટાર્ગેટ કરે છે ત્યારે સંતરામપુરનું પોલીસ તંત્ર આ બાબતે ગંભીર પણે ચોક્કસ પગલાં લઈ બહારથી આવનારા માણસોની ઘનિષ્ઠ અને કડક તપાસ કરે તેવી સંતરામપુર નગરના લોકોને લાગણી અને માંગણી છે.