સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં હદપારી થયેલ ઇસમને પકડવા તેમજ અસામાજીક પ્રવુતી ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ.એસ.એમ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.એમ બી પઢીયાર એ.એસ.આઇ. દાજીરાજસિંહ રાઠોડ પો.હેડ કોન્સ. મહીપતસિંહ મકવાણા તથા હેડ કોન્સ. જગદીશભાઇ વિ.સ્ટાફના માણસો સાથે મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મેળવી દાણાવાડા ગામે રહેતા ગંભુભાઈ બાલાભાઈ મુંજપરા જાતે કોળી (ઉ.વ.45) હે ઘણાવાડા તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળો મળે. સબ ડીવી. મેજી સા. ચોટીલા નાઓના દપારી કેશ ને 12/20 તા.05/03/2021 વાળા હુકમથી બે વર્ષ માટે તા.05/03/2023 સુધી સુરેન્દ્રનગર તેમજ તેની આજુબાજુ આવેલ જીલ્લાની હદમાંથી હદપાર કરેલ હોય અને ઉપરોકત ઈસમને દાણાવાળા ગામ પંચાયત ઓફીસ સામે નાળા ઉપર બેઠેલ હોય મળી આવતા મજકુર ને પકડી પાડી મુળી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.