ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે અખિલભારતીય સંત સમિતિના ઘોઘંબા તાલુકાના ઉપાધ્યક્ષ પુ.જશુરામ મહારાજના આચાર્યપદની ૧૪,મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે અખિલભારતીય સંતસમિતિનું સંત સંમેલન તથા વિશાળ ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંતપ્રસાદ સ્વામી હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ પૂ.લાલાબાપુ તાજપુરા સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ તથા સમગ્ર પંચમહાલના વિવિધ સંપ્રદાય ના પૂજય સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું