હાલોલ તાલુકાના સૈયદપુરા ગામે 9 ફૂટની લંબાઈ ધરાવતો મહાકાય અજગર એક ખેતરમાં આવી ચઢતા ગામ લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો જેમાં ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પરમારે ગામના ખેતરમાં અજગર આવી ચડ્યો હોવાની જાણ પંથકમાં જાનવરોના બચાવ અને ઉત્થાન માટે કામ કરતી જીવ દયા પ્રેમી સંસ્થા ફ્રેન્ડ્સ ઑફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના અશોકભાઈ રાઠોડ ને કરી હતી જેમાં તેઓએ જિલ્લા પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર તેમજ હાલોલ તાલુકા RFO સતિષભાઈ બારીયાને જાણ કરી હતી જેમાં બન્નેના માર્ગદર્શન હેઠળ ફ્રેન્ડ્સ ઑફ એનિમલની ટીમે સૈયદપુરા ગામે ખેતરમાંથી 9 ફૂટની લંબાઈ ધરાવતા મહાકાય અજગરને ઝડપી પાડવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ભારે જહેમત બાદ અજગર ઝડપાઈ જતા તેની પ્રાથમિક તપાસ કરવામાં આવતા અજગર શારીરિક રીતે કમજોર હોવાનું જણાવતા મેટરનરી ડો. ધારાબેન પંચાલ પાસે અજગરને સારવાર માટે ફ્રેન્ડ્સ ઑફ એનિમલની ટીમ દ્વારા લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર કર્યા બાદ વન વિભાગ હાલોલની ટીમ દ્વારા અજગરને જંગલ વિસ્તારમાં સહી સલામત છોડી મુકાયો હતો.

મુસ્તાક દુરવેશ. હાલોલ.