ખંભાત વિધાનસભા ૧૦૮ મત વિસ્તારમાં ત્રિ-પંખીયો જંગ જામવાનો છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.વિધાનસભા ચૂંટણીને લઈને કોને મળશે ટીકીટ ? તે પ્રશ્ન સાથે સમગ્ર શહેર- ગામડાઓમાં લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે.જો કે આમ આદમી પાર્ટીએ ખંભાત વિધાનસભા બેઠક પર ઉંદેલના રહેવાસી ભરતસિંહ ચાવડાને ટીકીટ ફાળવી છે.ભરતસિંહ ચાવડા સક્રિય કાર્યકર અને એક સમાજ સેવક તરીકે કાર્યરત છે તેવી માહિતી મળી છે.આ ઉપરાંત ઉંદેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન પદે રહી ફરજ બજાવી ચુક્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)
MO : 9558553368