પાવીજેતપુર પોલીસને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી ડુંગરવાંટ ચોકડી ઉપરથી ૨૬,૦૯૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બે બાઈકો મળી કુલ ૯૬,૦૯૫/- ના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીઓ દૂરથી પોલીસને નિહાળી ભાગી જવામાં સફળ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસ ડુંગરવાંટ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ડુંગરવાંટ ચોકડી પાસે પહોંચતા તેઓને બાતમી હકીકત મળેલ કે કિકાવાળા તરફથી એક મોટરસાયકલ ઉપર કંતાનના કોથળામાં ઈંગ્લીશ દારૂ અને તેની આગળ એક મોટરસાયકલ પાયલોટિંગમાં આવી રહી છે જે બાતમી આધારે ડુંગરવાંટ ચોકડી ઉપર વોચ ગોઠવી દેતા બાતમી વાળી મોટરસાયકલ આવતા પાયલોટિંગ વાળી મોટરસાયકલને રોકવા જતા મોટર સાયકલ ચાલકે પોતાની મોટરસાયકલ રોડની બાજુમાં ઉતારી દઈ નીચે પડી ગયેલ જેથી મોટરસાયકલ ચાલક તથા તેની પાછળ બેઠેલ ઈસમને પાવીજેતપુર પોલીસે પકડી પાડ્યા હતાં. જ્યારે તેની પાછળ આવતી મોટરસાયકલ ઉપર સવાર બે ખેપિયાઓ દૂરથી જ પોલીસને નિહાળી રોડની બાજુમાં પોતાની બાઈક તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂથી ભરેલો કંતાનનો કોથળો નાખીને ખેતરોમાં થઈ ભાગી ગયા હતા.
પાવીજેતપુર પોલીસે કંતાનના કોથળાને ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની કાચની તેમજ બિયરની નાની મોટી બોટલો નંગ ૧૭૩ કુલ કિંમત રૂપિયા ૨૬,૦૯૫/- તેમજ પાયલોટિંગમાં વપરાયેલ બાઈક ની કિંમત ૨૫,૦૦૦/- તથા દારૂની હેરફેર કરવા માટે વપરાયેલ બાઈક ની કિંમત ૪૫,૦૦૦/- મળી કુલ ૯૬,૦૯૫/- ના મુદ્દા માલ સાથે પાયલોટિંગ કરતા બે ખેપિયાઓ કલસીંગભાઇ નમલિયાભાઈ ચૌહાણ ( રહે. ભુરીયા આંબા, મધ્ય પ્રદેશ ), અનિલભાઈ દિનેશભાઈ સલાટ ( રહે. ઉચાપાણ, તા. બોડેલી ) ના ઓની અટક કરવામાં આવી છે. જ્યારે દારૂની ખેપ મારનાર બે ખેપિયાઓ ગણેશભાઈ ઇન્દ્રસિંહ રાઠવા, રાહુલભાઈ જયંતીભાઈ ધાણક ( બંને રહે. ગુનાઠા, તા. છોાઉદેપુર) ના ઓ પોલીસને દૂરથી નિહાળી બાઈક તેમજ દારૂ ભરેલ કંતાનો કોથળો રોડની બાજુ ઉપર ફેંકી ખેતરોમાં થઈ ભાગી જવામાં સફળ થયા હતા.
આમ, પાવીજેતપુર પોલીસે ડુંગરવટ ચોકડી ઉપરથી બાદની આધારે ૨૬,૦૯૫ નો વિદેશી દારૂ તથા બે બાઈકો ની કિંમત ૭૦,૦૦૦/- મળી કુલ ૯૬,૦૯૫ ના મુદ્દા માલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે દારૂની ખેપ મારનાર બે ખેપિયા ઓ ભાગી જવામાં સફળ થયા હતા.