જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આચારસંહિતા સંદર્ભે બેઠક યોજાઈ હતી.
આ બેઠક અંતર્ગત ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.૦૩/૧૧/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે અમલમાં આદર્શ આચારસંહિતા સંદર્ભે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આદર્શ આચાર સંહિતાની વિસ્તૃત ચર્ચા જિલ્લા ચૂટણી અધિકારી અને કલેકટરશ્રીએ કરી હતી તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની રજૂઆતોનો યોગ્ય પ્રત્યુત્તર પાઠવ્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિકારીશ રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પી. આર. રાણા, નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર ચૌહાણ, રાજકીય પક્ષના પ્રતિનિધિ નવીનભાઇ ભાવસાર અને શ્રી પ્રણવભાઇ સહિત જિલ્લાના ચૂંટણી કામગીરી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.