મોરબી પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવગંત આત્માને શાંતિ અર્થે ખંભાત કોલેજમાં વિદ્યાર્થીઓએ તેમજ સ્ટાફ પરિવારે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

જે દરમિયાન ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે, આવી ઘટનાના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ થાય છે.આમાં જે પણ સ્થાનિક પ્રશાસન જવાબદાર હોય તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ.તેમજ ગુજરાતભરમાં જ્યાં જ્યાં આવી જર્જરિત ઇમારતો અને પબ્લિક પ્લેસ છે તેને અગમચેતીના ભાગ રૂપે પુનઃ રીપેર કરાવવાની કામગીરી થવી જોઈએ.

પ્રાર્થના સભામાં દરમિયાન સેક્રેટરી ડૉ. બંકિંમચંદ્ર વ્યાસ, આચાર્ય વશિષ્ઠધર દ્વિવેદી, એમ.કોમ.વિભાગના વડા-ડૉ.હસન રાણા, એમએસસીના અધ્યક્ષ વિનાયકભાઈ, પ્રાધ્યાપક ગણ,વહીવટી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368