મોબાઇલ ફાટવાના ઘણા કિસ્સા જોયા છે. ત્યારે વધું એક ઘટના સામે આવી છે. દિલ્લીમાં એક મહિલા સૂઈ રહી હતી.
મોબાઈલ તેની બાજુમાં જ રાખ્યો હતો, તે દરમિયાન અચાનક મોબાઈલની બેટરી ફાટતાં નજીકમાં સૂઈ રહેલી મહિલાનું મોત નીપજ્યું હતું. એક યુટ્યુબરે સોશિયલ મીડિયા પર આ દાવો કર્યો છે.
યુટ્યુબરનું કહેવું છે કે, મહિલા તેની કાકી હતી, જે દિલ્હી એનસીઆરમાં રહેતી હતી. યુટ્યુબે આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે. તે જ સમયે, જે મોબાઈલમાં વિસ્ફોટ થયો તે Redmi 6A સ્માર્ટફોન હતો. કંપનીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની તપાસ કરવાનું કહ્યું છે.
MDTalkYT તરીકે પ્રખ્યાત યુટ્યુબરે વિસ્ફોટ થયેલા ફોનની સાથે તેના લોહીવાળા ફોન સાથે પથારીમાં પડેલી તેની કાકીનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે કથિત બેટરી બ્લાસ્ટમાં તેના સંબંધીનું મૃત્યુ થયું હતું જે દિલ્હી- NCR માં રહેતી હતી.
ટવીટ પ્રમાણે, "ગઈ રાત્રે મારી આંટી મૃત હાલતમાં મળી આવી હતી, તે redmi 6a નો ઉપયોગ કરી રહી હતી, તે સૂઈ રહી હતી અને તેણે ફોનને તેના ચહેરા પાસે તકિયા પર મૂક્યો હતો અને થોડીવાર પછી તેનો ફોન ફાટ્યો હતો. તે અમારા માટે ખરાબ સમય છે. અમારો સપોર્ટ કરવો એ કંપનીની જવાબદારી છે. આ દાવા સામે Xiaomi એ ટવીટમાં જવાબ આપ્યો, કંપની અસરગ્રસ્ત પરિવાર સુધી પહોંચવા અને પરિસ્થિતિની તપાસ કરવા માટે કામ કરી રહી છે.
"Xiaomi India માં ગ્રાહક સુરક્ષા અત્યંત મહત્વની છે અને અમે આવી બાબતોને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. અમારી ટીમો અસરગ્રસ્ત પરિવારનો સંપર્ક કરવાનો અને ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.”
હરિયાણાના યુટ્યુબરે આગળ પોસ્ટ કર્યું કે મૃતકનો પુત્ર ભારતીય સેનામાં ફરજ બજાવે છે અને પરિવાર ખૂબ જ સાદું જીવન જીવતો હતો.