ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય માં હવે GRD જવાનોને 200 રૂપિયાના બદલે 300 રૂપિયા નું વેતન મળશે જ્યારે હોમગાર્ડ જવાનોને 300 રૂપિયા ના બદલે 450 રૂપિયા મળશે જેની જાહેરાત કરતા ગુજરાતમાં કુલ 45000 હોમગાર્ડ જવાનો છે તેમને લાભ1 નવેસરથી જ જાહેરાતની અમલવારી થવાની છે ત્યારે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ અધિકારી આર.એમ.પંડ્યાએ જાહેરાત ને વધાવી લીધી અને સરકાર નો આભાર માન્યો બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ હોમગાર્ડ જવાનો માં આનંદ છવાયો અને આ લાભ મળતા તેઓ માં ખુશી જોવા મળી હતી ત્યારે હતું.જયારે ડીસા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ‌ રાજ્ય સરકાર દ્વારા છેલ્લે છેલ્લે પણ પોલીસ કર્મચારીઓ સાથે ખભેખભા મિલાવીને કામ કરનારા હોમગાર્ડઝ જવાનોના માનદ વેતનમાં વધારો કરતાં સમગ્ર ગુજરાત રાજ્યના અને બનાસકાંઠા જિલ્લાના તથા ડીસા યુનિટના હોમગાર્ડઝ જવાનોએ ગુજરાત સરકારનો માનદ વેતન વધારો કરતાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ડીસા હોમગાર્ડઝ યુનિટના ઓફિસર કમાન્ડિગ એસ.કે.પંડ્યા,પ્લાટુન સાર્જન્ટ કમ ક્લાર્ક બી.વી.ભોકુ તથા પ્લાટુન સાર્જન્ટમા એમ.જે.પરમાર, ગોવિંદજી ઠાકોર,ડી.ડી.જોષી,એમ.આર.શ્રીમાળી, એન.સી.ઓ.મા એમ.એમ.પરમાર,બી.એમ.પરમારતથા હોમગાર્ડઝ જવાનોએ એકબીજાના મોં મીઠા કરી સરકારના માનદ વેતન વધારાને સહર્ષ સ્વીકારી ગુજરાત સરકારનો હ્દય પૂર્વક આભાર માન્યો હતો