આજ રોજ દાહોદ જીલ્લા નાં મોટી લછેલી લોકેશન ની 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સ ને સવારે   કતવારા વિસ્તાર માંથી સેવાભાવી વ્યક્તિ રમુકાભાઈ એ એક કૂતરી માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ને કોલ કરીને મદદ માટે બુહાર લગાવી હતી.

ઇમેરજેંસી કોલ મળતા જ તરતજ ફરતું પશુ દવાખાના એમ્બ્યુલન્સ ના ર્ડો. વિશાલ લાબાના અને તેમના પાયલોટ કમ ડ્રેશર અશોકભાઈ ઘટના સ્થળે વાયુ વેગે દોડી આવ્યા હતા.

અને ઘટના સ્થળે પોંહચીને ત્યાં માલુમ પડ્યું કે કૂતરી એક મરેલ હાલત અને ફસેલા બચ્ચા ને લઇ ને છેલ્લા ત્રણ દિવસ થી ફરતી હતી અને ત્રણ દિવસ થી જોર કરતી હતી તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું,ત્યારબાદ ર્ડો. વિશાલ લબાના ની કાર્યનિષ્ટા અને સૂઝબુઝ ને લીધે અને તેમને કૂતરી ને સિઝેરિયન કરવા નો નિર્ણય લઈ તાત્કાલિક ઓપરેશન ની તૈયારી કરી અને સ્થળ પર તેનું ઓપરેશન કરી ટોટલ 7 બચ્ચાનું વિયાણ કરાવાયું જેમાં 4 બચ્ચા મરણ હાલત માં બહાર નીકાળયા હતા અને 3 બચ્ચા બચાવી લીધા હતા હાલમાં ત્રણ બચ્ચા તથા તેની માતા સ્વસ્થ છે.આ કાર્ય માં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થ માં એક ગર્ભવતી કૂતરી માટે વરદાન રૂપ નિવડી હતી.