સુરત શહેરના ઝોન ૩ના ડીસીપી ઉષા રાડાની બદલી થઈ હતી.
જાહેર કરાયેલી યાદી પ્રમાણે એન. એન. ચૌધરીને કરાઈ એકેડેમીથી અમદાવાદના ટ્રાફિક જેસીપી બનાવવામાં આવ્યા છે. રાજન સુસરાને ઝોન વન સુરતથી ખસેડીને મરીન ટાસ્ક ફોર્સ હજીરા ખાતે મૂકવામાં આવ્યા છે. ઉષા રાડાને ઝોન ત્રણ ડીસીપી સુરતથી ગ્રુપ 11 એસઆરપીએફ તરીકે મૂકવામાં આવ્યા છે. હર્ષદ પટેલ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં હતા તેમને પોલીસ એમ ટી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર મૂકવામાં આવ્યા છે.