પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ. જે સૂચના મુજબ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન ભાવેશ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમાર રહે.કસોટીયા વિસ્તાર,મોટા સુરકા તા.શિહોર જી.ભાવનગર તથા સંજય પરમાર રહે.માયધાર તા.તળાજા જી.ભાવનગર વાળાએ ભાવેશનાં ઘર પાસે કેટલાંક સ્પ્લેન્ડર મોટર સાયકલ ભેગાં કરીને રાખેલ છે.જે મોટર સાયકલ તેઓ બંને કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો હાજર મળી આવેલ.તેઓ પાસેથી નીચે મુજબનાં મોટર સાયકલ નંગ-૦૮ મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેઓની પાસે આધાર કે બિલ કે રજી.કાગળો હોય તો રજુ કરવા કહેતાં તે ફર્યુ-ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.આ મોટર સાયકલો તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી મોટર સાયકલ નંગ-૮ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બંને ઇસમોની પૂછપરછ દરમિયાન આ ભાવેશ ઉર્ફે નાનકો શામજીભાઇ પરમારની પુછપરછ કરતાં આ આઠેય મોટર સાયકલ છેલ્લાં બે મહિનાની અંદર શિહોર, દાદાની વાવથી, રાજપરા, ખોડિયાર મંદિરથી, શિહોર બસ સ્ટેન્ડ પાસેથી, સુરકાનાં ડેલેથી, ઘાંઘળીવાળા ફાટક પાસેથી તથા દુબળીયાથી શેરીમાંથી ચોરી કરેલ હોવાનું અને આજે બંને જણાં ભેગા થઇને આ તમામ મોટર સાયકલો સુરત ખાતે લઇ જઇ વેચવાની તૈયારીમાં કરતાં હોવાનું જણાવેલ. જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપી કાર્યવાહી હાથ ધરી હતી.