ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન થકી ભાવનગર જિલ્લામા ઇલેક્શન કમિશન દ્વારા મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવા અને સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય અને વધુમાં વધુ લોકોમાં મતદાન કરે તેવા હેતુસર “અવસર રથ” તા.૦૩-૧૧-૨૦૨૨ થી તા.૦૯-૧૧-૨૦૨૨ દરમ્યાન વિવિધ મતદાન મથક વિસ્તારોમાં રથ ફરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરશે. આ અવસરે જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ સહિત નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એન.કટારાએ “અવસર રથ” ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં થતી અન્ય ઉજવણી જેવો જ આ એક અવસર છે. ભારતીય લોકશાહીનો પાયો દરેક વ્યક્તિનાં મતમાં સમાવેશ થયેલ છે. દરેક વ્યક્તિ તેનાં મતનાં અધિકાર વિશે જાગૃત બને અને આ અવસરમાં સહભાગી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આ અવસર રથનો કેમ્પેઇન હાથ ધરાયો છે. "ઓફ ધ પીપલ", "ફોર ધ પીપલ", "બાય ધ પીપલ" થકી લોકોને જાણકાર છે કે મતદાતાઓ આ તકનો ઉપયોગ કરી રાજ્યનાં વિકાસની યાત્રામાં સહભાગી બને. આ પ્રસંગે સીટી મામલતદાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારી સહિત બી.એલ.ઓ. તથા ઝોનલ ઓફિસરો ઉપસ્થિત રહ્યાં હતાં.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं