ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો આજથી જાહેર થઈ ચૂકી છે. તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. જેને લઇ સુરક્ષાની જવાબદારી પણ વધી ગઈ છે ત્યારે ઇલેક્શનને ધ્યાને રાખી મહેસાણા જિલ્લામાં જુદી જુદી સુરક્ષા એજન્સીની ટીમો અલગ અલગ વિસ્તારમાં આવી પહોંચી છે. શહેરના સંવેદન વિસ્તારોમાં તમામ ટુકડીને ટીમ તૈનાત રહેશે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની પર આ ટીમો બાજ નજર રહેશે.
ગુજરાત વિધાનસભાની ઈલેકશનની તારીખના સસ્પેન્શન પર આજે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ઇલેક્શનની તારીખ જાહેર થતાં મોટા મોટા શહેરોમાં સુરક્ષા એજન્સીઓની ટીમ પણ આવી પહોંચી છે. એક તરફ ઇલેક્શનની તારીખો જાહેર થાય છે ત્યાં બીજી તરફ SSB સહિતની ટીમો મહેસાણા જિલ્લામાં આવી પહોંચી હતી. શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની ટીમો બાજ નજર રહેશે તેમ જ આજે ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં હતી.
ચૂંટણીને લઇ મહેસાણા જિલ્લામાં એસ.એસ.બી ની કુલ પાંચ ટીમો મહેસાણા જિલ્લામાં આવી પહોંચી છે. જ્યાં ખેરાલુ,કડી,વિસનગર શહેર,વિસનગર તાલુકા,મહેસાણા બી ડિવિઝન ખાતે આ ટીમોને રહેઠાણ આપવામાં આવ્યા છે. ત્યારે આ એક ટીમ પાંચ પોલીસ મથક વિસ્તારમાં દરરોજ ફ્લેગ માર્ચ યોજશે ત્યારે આજે મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં જવાનોએ ફ્લેગ માર્ચ પણ યોજી હતી.
મળતી માહિતી પ્રમાણે એક કમ્પનીમાં 90 થી 100 જવાનો તૈનાત રહેશે જેમાં તેમજ 1 એસ.પી અને 5 પી.આઈ આ કમ્પનીની દેખરેખ કરશે ત્યારે આ જવાનો 15 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજસે.