સુમરાસર (શેખ), ભુજ-૪ અને ભુજ-૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના વરદ હસ્તે શુભારંભ

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુમરાસર શેખ તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-૪ અને ભુજ-પનો શુભારંભ ડો. નીમાબેન આચાર્ય અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભાના વરદ હસ્તે કરાયો હતો. 

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કચ્છ જિલ્લાના બે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પાંચ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨માં કચ્છ જિલ્લાના વિસ્તાર તેમજ વસ્તીને ધ્યાને લઈ સુમરાસર શેખ તા.ભુજ તેમજ મંજલ તા.નખત્રાણા એમ કુલ બે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરોના વિસ્તરીકરણને ધ્યાને લઈ ભુજ ખાતે ર, ગાંધીધામ ખાતે ર, અંજાર ખાતે ૧ મળી કુલ પાંચ નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરતા તે માટે જરુરી સ્ટાફ જેવા કે મેડીકલ ઓફીસર, લેબોરેટરી ટેકનીશીયન, જુનીયર ફાર્માસીસ્ટ, ડ્રાઈવર, કલાર્ક તેમજ વર્ગ-૪ની કુલ ૩ જગ્યા ભરવા માટે જરુરી વહીવટી મંજુરી આપી નાણાંકીય જોગવાઈ ઉભી કરેલ છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જરુરી સ્ટાફની નાણાંકીય તેમજ વહીવટી મંજુરી અપાઈ છે. 

આ મંજુર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી સુમરાસર શેખ તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ ૪ (મહાવીરનગર) અને ૫ નું સ્થાનિક આગેવાનોના સહકારથી હંગામી ધોરણે મકાન મેળવી શુભારંભ આજરોજ સવારે ૯.૦૦ કલાકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના વરદ હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠકકર, તાલુકા પંચાયત ભુજ પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન ભંડેરી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લક્ષ્મણભાઈ, હરિભાઈ શ્રી હરિભાઈ આહિર (કચ્છ ભાજપ તાલુકા ઉપાધ્યક્ષ) શ્રી દામજીભાઈ આહીર (જિલ્લા પંચાયત સદસ્ય), મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હસમુખ ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. ડી.કે. ગાલા તેમજ અન્ય સ્થાનિક મહાનુભવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યુ હતું. 

આ થકી આસપાસના વિસ્તારની વસતીને તેનો લાભ મળશે. આગામી સમયમાં નવા મકાનનું બાંધકામ માટેની જગ્યા મેળવી સરકારશ્રી ધ્વારા મંજુર થયેલ નકશા મુજબનું નવું બિલ્ડીંગનું બાંધકામ ઉભું કરવામાં આવશે.