પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ત્રણ રસ્તા નજીક ગઈકાલે સાંજે પુળાના ગઠ્ઠામાં એકાએક આગ લાગી હતી. આગે વિકરાલ સ્વરુપ ધારણ કરી લેતા પૂળાનાં ગઠ્ઠા આગમાં બળી ગયા હતા. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનામાં 25,000 થી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.