ગુજરાત રાજ્યની વિધાનસભાની 2022ની ચૂંટણીઓનું આજ રોજ એલાન કરવામાં આવ્યું છે જેમાં બે તબક્કામાં કુલ 182 વિધાનસભાની સીટો માટે ચૂંટણી યોજાશે જેમાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે અલગ અલગ તારીખોએ બે અલગ અલગ તબક્કાઓમાં 182 સીટો માટે મતદાનની પ્રક્રિયા યોજાશે જેમાં 1લી ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન યોજાશે જ્યારે 5મી ડિસેમ્બરે 93 બેઠકો ઉપર મતદાન યોજાશે જેમાં 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં કચ્છ,સુરેન્દ્રનગર,મોરબી,રાજકોટ,જામનગર,દ્વારકા,
પોરબંદર,મોરબી,જુનાગઢ,ગીરસોમનાથ,અમરેલી,ભાવનગર,સુરત, તાપી,ભરૂચ,નર્મદા,ડાંગ,નવસારી,વલસાડ જિલ્લાની તમામ 89 બેઠકો માટે જ્યારે બીજા તબક્કામાં પંચમહાલ,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,
અરવલ્લી,ગાંધીનગર,અમદાવાદ,મહીસાગર,વડોદરા,છોટાઉદેપુર,આણંદ ખેડા,સાબરકાંઠા,વડોદરા જિલ્લાની તમામ 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાનની પ્રક્રિયા યોજાશે જેમાં બંને તબક્કાના મતદાનની મતગણતરી 8મી ડિસેમ્બરે યોજાશે જેને લઈને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવા સાથે રાજકીય માહોલની ગતિવિધિઓ એજ થવા પામી છે અને રાજકીય પાર્ટીઓએ રાજકીય ગણિતના આંકડાઓ માંડવા શરૂ કર્યા છે જ્યારે પંચમહાલ ખાતે પણ 2જા તબક્કામાં મતદાન યોજાવાની લઈને જિલ્લા ક્ષેત્રે રાજકીય મોરચે તમામ રાજકીય પાર્ટીઓમાં દ્વારા ભારે દોડધામ સાથે હવે મીટીંગોના દૌર તેમજ રિસામણા મનામણા થશે અને રાજકીય પ્રપંચોની શરૂઆત થશે જેમાં મતદારોને લોભાવવાની સીઝન આવતા જ રાજકીય નેતાઓ બિલાડાની ટોપની માફક જાહેર રસ્તા ઉપર ઉતરી આવી નીત નવી લોભામણી અને લલચામણી ઓફરો આપી મતદાઓને રિઝવવા કોશિશ કરશે અને 5મી ડિસેમ્બર સુધી મતદારોને માઈ બાપ માની મતદારોની આગતા સ્વાગતા સેવા ચાકરીમાં લાગી જશે