કડી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ડાક સેવાની આડમાં દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને ઝડપી પાડી હતી. કડી પોલીસે જાસલપુરથી સરસાવ જવાના રસ્તા ઉપરથી ડાક સેવા લખેલી ટ્રકમાંથી વિદેશી દારુ ઝડપી રુપિયા 20 લાખ 19 હજાર 600નો કુલ મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોની ધડપકડ કરી હતી.
કડી તાલુકાના જાસલપુરથી સરસાવ જવાના રસ્તા ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ડાકઘર લખેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કડી પોલીસ સ્ટેશન સ્ટાફ કડી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતાં. તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો મૌલિકકુમાર, મેલાજી, પંકજકુમાર સહિતના માણસો જાસલપુર ચોકડી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, જાસલપુરથી સરસાવ જવાના રસ્તા ઉપર એક પરપ્રાંતિય ટ્રક આવી છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.
કડી પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જાસલપુરથી સરસાવ જવાના કાચાં રસ્તા ઉપર એક ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો સંતાડેલો છે. જેના આધારે પોલીસ સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવીને બાતમીની ખરાઈ કરીને, કોર્નર કરીને રેડ કરતાં રાજસ્થાન પાર્સીંગની વાદળી તેમજ સફેદ કલરની ટ્રક મળી આવી હતી. કડી પોલીસે સ્થળ ઉપરથી સોઢા વિનોદ રહે. પાલી રાજસ્થાન અને પ્રકાશ મદનલાલ રહે. પાલી રાજસ્થાનના ઇસમોની ધડપકડ કરી હતી. પોલીસે ડાકઘર સેવા લખેલી ટ્રકની અંદર તલાશી લેતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કડી તાલુકાના જાસલપુરથી સરસાવ રસ્તા ઉપરથી ડાકઘર લખેલી ટ્રકમાંથી 292 પેટી વિદેશી દારૂની મળી આવી હતી. જેની કિંમત રૂ. 15 લાખ 9 હજાર 600 તેમજ ટ્રક મોબાઈલ સહિત કુલ કિંમત રૂ. 20 લાખ 19 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે ગુનોં દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.