તારીખ :- 30/10/2022 ના રોજ હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , બાલાસિનોર સંચાલિત હેલ્પીંગ હેન્ડ હોસ્પિટલ ને સફળ એક વર્ષ પૂર્ણ થવાના ઉજવણી ના રૂપે મોહમ્મદી હાઈસ્કૂલ ,હુસેની ચોક ખાતે એક ભવ્ય ફ્રી મેડિકલ તથા સર્જીકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું અને રાહત દરે દવાઓ નુ વિતરણ કરવામાં આવ્યું આ કેમ્પ મા કુલ 260 જેટલા દર્દીઓ એ કેમ્પ નો લાભ લીધો.
આ કેમ્પ મા ડૉ. સંજય પંચાલ (હાડકાના રોગો ના નિષ્ણાંત) , ડૉ. ગૌરાંગ પંચાલ (M.S જનરલ સર્જન) , ડૉ. વિહંગ પટેલ (ચામડી ના રોગો ના નિષ્ણાંત) , ડૉ. વિમલ પટેલ (M.D ફિઝીશયન) , ડૉ. આસીફ શેખ (દાંત ના રોગો ના નિષ્ણાંત ) , ડૉ. ફેઝલ શેખ (ફેમેલી ફિઝીશયન) , ડૉ. કૈલાશ પટેલ મેડમ (કાન, નાક , ગળા ના રોગો ના નિષ્ણાંત) , ડૉ. મયુર પટેલ (માનસીક રોગો ના નિષ્ણાંત)એમ કુલ 8 હેલપિંગ હેન્ડ હોસ્પિટલ મા સેવા આપનાર ડૉક્ટરો એ કેમ્પ મા ભાગ લઈ સેવા આપી હતી.
હોસ્પિટલ ના સફળ એક વર્ષ ની ઉજવણી બાલાસિનોર ના નવાબ સાહેબ સલાઉદ્દીન ખાનજી બાબી ના હસ્તે કેક કાપી કરવામાં આવી.
આ કેમ્પ મા ડૉ.દેવેન્દ્ર સાહ (અર્બન હેલ્થ સેન્ટર ઈનચાર્જ) , બાલાસિનોર મુસ્લિમ સમાજ ના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તથા ઓલમાએ કિરામ એ હાજરી અને સાથ-સહકાર આપી કમેટી નો ઉત્સાહ વધાર્યો.
રિપોર્ટર
સલીમ ખાન પઠાણ
બાલાસિનોર