મોરબીમાં ઝુલતાપુલ બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, સારવાર-તપાસમાં કચાસ ન રાખવા જણાવાયુ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મોરબી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબી પુલ દુર્ઘટના બાબતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, ઉપરાંત મુખ્યસચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, રાજય પોલીસવડા આશિષ ભાટીયા, રેન્જ આઈજી અશોક યાદવ, જિલ્લા પ્રભારી મનીષાચંદ્રા સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને ત્યાં સેવા આપનારાઓ અને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો અને ખાસ કરીને સેનાના જવાનોને મળ્યા બાદ ઉદ્યોગપતિઓ અને અન્ય સાથે મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને મળ્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ઇજાગ્રસ્તોની સારી સારવાર કરવા અને તપાસમાં કોઇ કચાસ ન રાખવામાં આવે તે પ્રકારના સૂચનો આપવામાં આવ્યા હતા.