કડી શહેરના કસ્બા વિસ્તારમાં યુવાન ચા પીવા માટે ઘરેથી નીકળ્યો હતો. જે દરમિયાન જુમ્મા મસ્જિદ પાસે રહેતા બે ઇસમો ધોકો લઇને આવી પહોચ્યા અને યુવાનને ધોકા વડે ફટકારતાં યુવાનને ઈજાઓ પહોંચતા તેઓને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
કડીના જાસલપુર રોડ ઉપર આવેલ ખ્વાજા પાર્ક સોસાયટીમાં રહેતા રમીઝ હુસેન શેખ કે જેઓ મજૂરીકામ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. રાત્રિ દરમ્યાન જમી પરવારીને ઘરની બાર સહારા ગેસ્ટ હાઉસ પાસે ચા પીવા માટે નીકળ્યાં હતાં. જે દરમિયાન રૂમહાજન દવાખાના પાસે પહોંચતા જુમ્મા મસ્જીદ પાસે રહેતા મુનાફખાન ખોખર અને યુસુફખાન ખોખર બન્ને ભાઈઓ ધોકા લઇને આવી પહોંચ્યા અને રમીઝ હુસેન શેખને કહેવા લાગ્યા કે "તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે"
જેવું કહીને ગાળાગાળી કરવા લાગ્યા હતાં. જ્યાં રમીઝ હુસેન શેખે કહ્યું કે, તમે ગાળાગાળી કરશો નહીં હું આ વાતમાં કંઈ જાણતો નથી. તેવું કહેતા ઉશ્કેરાઈ જઈને આવેલા બે ઈસમોએ ધોકા વડે રમીઝ હુસેન શેખ ઉપર હુમલો કરી ફટકાર્યો હતો. જ્યાં ઈસમ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને જ્યાંથી બે ઈસમો ભાગી છૂટ્યાં હતાં. ઘટનામાં રમીઝ હુસેન શેખને ઈજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી