પાવીજેતપુર નજીક મોટી રાસલીના બોર્ડ પાસે આવેલ નાળુ ખૂબ સાંકડુ હોવાના કારણે જનતાને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

          છોટાઉદેપુર થી બોડેલી જતો રાજ્ય ધોરી માર્ગ પાવીજેતપુર નજીક આવેલ મોટી રાસલી ગામ પાસેથી પસાર થાય છે. ત્યારે મોટી રાસલી ગામે વર્ષો પહેલા બનાવેલ નાળુ જે સાંકડું હોવાના કારણે વાહનો નો અકસ્માત થવાનો ભય જનતાને સતાવી રહ્યો છે. તાજેતરમાં જ બોડેલી થી છોટાઉદેપુરના રસ્તાનું સમારકામ કરી નવીન રસ્તો બનાવવામાં આવ્યો છે તેમજ આજુબાજુ બંને બાજુ બબ્બે ફૂટ જેટલો પહોળો રસ્તો કરવામાં આવ્યો છે ત્યારે આ નાળુ ખૂબ જ નાનું હોય, પહોળાઈમાં સાંકડું હોય જેના કારણે બે મોટા વાહનો સામ સામે આ નાળા ઉપરથી પસાર થઈ શકતા નથી કેટલીય વાર અકસ્માતો પણ સર્જાયા છે. નાળા ઉપર ટ્રકો પણ ચઢી ગઈ છે. ત્યારે તંત્ર સજાગ બની રોડો પહોળા કર્યા છે તો યુદ્ધના ધોરણે આ નાળાઓને પણ પહોળા કરી દેવામાં આવે જેથી કરીને અકસ્માતો ટાળી શકાય. કે પછી સરકાર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે.

           આમ, બોડેલી થી પાવીજેતપુરનો ૧૬ કિલોમીટર જેટલો રસ્તો નવીન બનાવવામાં આવ્યો છે તેમજ આ રસ્તા ને પહોળો કરવામાં આવ્યો છે. ત્યારે મોટી રાસલી નજીકનું નાળુ ખૂબ સાંકડું છે જેના કારણે અકસ્માતનો ભય જનતાને સતાવી રહ્યો છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે આ નાળાને પહોળું કરાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.