મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઇ સમગ્ર ગુજરાત રાજ્ય હાલમાં શોકમગ્ન છે. કારણ કે, મોરબીનો ઝુલતો પુલ તૂટવાના કારણે અનેકના મોત નિપજવા પામ્યા છે. અમુક પરિવારજનોના બાળકો તેમજ યુવાવર્ગ અને મહિલાઓ પુલ તૂટવાના પગલે મચ્છુ નદીમાં ખાબક્યા છે. અને તેને લઈને તેમના મોત નિપજવા પામ્યા છે. અને સોશિયલ મીડિયાથી લઈ તમામ પ્લેટફોર્મ ઉપર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા પણ સતત જે ઈજાગ્રસ્તો છે તેમની કેવી સારવાર મળી રહી છે.તે અંગેની વિગતો પણ મેળવવામાં આવી રહી છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લો પણ શોકમગ્ન બન્યો છે. કારણ કે, અમુક આખો પરિવાર આ ઘટનાને લઇ અને મોતને ભેટ્યો છે. આ ઘટનાને લઈ માતા પિતાએ પુત્ર ગુમાવ્યા છે. તો બીજી તરફ અમુક સંતાનો અનાથ બન્યા છે. હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અને સમગ્ર ગુજરાત શોકના ઘેરામા છે. ત્યારે આ મામલે મચ્છુ નદીમાં ફરી હોનારત સર્જાઈ હોવાની પરિસ્થિતિ મોરબીમાં ઊભી થઈ છે. ત્યારે રાજકીય આગેવાનો પણ મોરબી ખાતે દોડી જઈ રહ્યા છે. અને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી રહ્યાં છે.