કચ્છ ગાધીધામ મોરબી હોનારત મૃતોકોના દિવંગત આત્માના શાંતિ માટે મૌન રાખી શ્રધ્ધાજલી અપાઈ

હોનારતના મૃતકોને શ્રધ્ધાજલી આપવા સામાજિક સંસ્થાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં રહ્યા હાજર

તાજેતરમાં મોરબીમાં આવેલ મચ્છુ નદી પર ઝુલતો પુલ તુટી પડવાની ગોઝારી દુર્ધટના કારણે પ્રવાસીઓ મોતને ભેટયા હતા, તેમની આત્માને શાંતિ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ, સંસ્થા ભારત વિકાસ પરિષદ- ગાંધીધામ વિશ્વ હિન્દુ પરિષદ- ગાંધીધામ શહેર અખિલ ભારતીય નવયુગ સંસ્થા, હિન્દુ યુવ વાહિની ગુજરાત, ગાંધીધામ વેપારી મંડળ, કર્તવ્ય ગ્રુપ ગાંધીધામ, સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીધામ, રામબાગ હોસ્પિટલ એમ્બ્યુલન્સ ગ્રુપ ,નરેન્દ્ર મોદી વિચાર મંચ કચ્છ સંસ્થા ઓ દ્વારા રાખવામાં આવ્યો હતો

ગાધીધામ શહેર મધ્યે -સાંજે ૬ થી ૬:૩૦ઝંડા ચોક, ગાંધીધામ ખાતે મોરબીના ઝુલતાપુલની દુઃખદ દુર્ઘટનામાં રામશરણ થયેલ લોકોના આત્માની સદ્ગતિ(શાંતિ) અર્થે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને બીજા ઈજાઓ પામેલા લોકોને જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં ગાંધીધામ ના સર્વ સમાજ ના આગેવાનો સંસ્થા ના આગેવાનો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૌન રહીને મૃતકોને શ્રધ્ધાજલી પાઠવી હતી. પરિવારજનો પર આવેલી આફતમાં પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*