હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા પોતાની રૂરલ પોલીસ મથકની ટીમ સાથે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા પંથકમાંથી પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટેની કવાયત હાથ ધરી પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને અંગત બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે તેઓએ હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ હોટલ વેલી પાસે ખાનગી વોચ ગોઠવી મારુતિ કંપનીની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ખેપીયાને ઝડપી પાડ્યા હતા જેમાં રૂરલ પોલીસને સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કવાટરીયાની બોટલો નંગ ૯૬૦ જેની કિંમત ૯૬,૦૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો સહિત સ્વિફ્ટ કાર કિંમત ૩,૦૦,૦૦૦/- અને બે મોબાઈલ કિંમત ૧૦,૦૦૦/- રૂપિયા મળી કુલ ૪,૦૬૦૦૦/- રૂ.ના મુદ્દામાલ સાથે બન્ને ખેપીયા વૈભવભાઈ હેમંતકુમાર જાદવ,મૂળ રહે. લતીપુરા ચોક ફળિયુ,યુનિયન બેન્કની પાસે,પાદરા જીલ્લો વડોદરા, હાલ રહે.સેવન સ્કાય સોસાયટી આજવા નિમેટા રોડ વડોદરા, અને કરણસિંહ સતિષભાઈ મકવાણા,મૂળ રહે. અલવા શિવ મંદિર ફળિયુ,વાઘોડિયા જીલ્લો વડોદરા,હાલ રહે. સેવન સ્કાય સોસાયટી આજવા નિમેટા રોડ વડોદરાનાઓની ધરપકડ કરી બન્ને આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.