આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લામાં 4 પી.આઇ અને 10 જેટલા પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 4 જેટલા પી.આઇ અને 10 પી એસ આઇની આંતરિક બદલીઓના હુકમો કરાયા છે.

જેમાં મહેસાણા બી ડિવિઝનના ઊંઝા જ્યારે ઊંઝાના પીઆઈ કે જે પટેલને બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એજન્સીમાંથી બંને પીએસઆઇ પૈકી વી એન રાઠોડને કડી અને એસ આર ચૌધરીને સતલાસણા પોલીસ મથકમાં બદલી કરાઇ છે. આ સાથે અન્ય જિલ્લાઓમાંથી પાસ થઈને આવેલા મોડ 2 ના 22 અને અન્ય 3 મળી લિવ રિઝર્વમાં રહેલા કુલ 25 પીએસઆઇને પણ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં પોસ્ટિંગ આપવામાં આવી છે.

ક્યા પીઆઇની બદલી
1. કે જે પટેલ ઊંઝાથી બી ડિવિઝન
2. એન એસ ઘેટીયા બી ડિવિઝન થી ઊંઝા
3. વાય આર વાઘેલા લીવ રિઝર્વમાંથી એ ડિવિઝન
4. પી ડી દરજી વસઈથી વડનગર