મોરબી પૂલ હોનારતમાં જીવ ગુમાવનારને ખંભાત કોંગ્રેસે કેન્ડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી.મળતી માહિતી મુજબ ૧૪૧ જેટલાએ જીવ ગુમાવ્યો છે જેમાં ૫૬ જેટલા વહાલાસોયા બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે.હોનારત પાછળ તપાસ કરી ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરી તેઓના ઘરો પર બુલડોઝર ફેરવવાની માંગ કોંગ્રેસે કરી છે.કેન્ડલ માર્ચ દરમિયાન સાવજસિંહ ગોહિલ,.ખુશમનભાઈ પટેલ, દાનભા ગોહિલ, રૂબિન મન્સુરી, સચિન રાણા સહિત કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368