ડીસા બનાસ પુલ પાસે નદીના વધામણાં
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ છલોછલ પાણીથી ભરાઈ ગયો છે જેના કારણે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી આજે ડીસા તાલુકામાં બનાસ નદીનું પાણી પ્રવેશતા ધારાસભ્ય સહિત ખેડૂતોએ નદીને વધાવી લીધી હતી...
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદનું પ્રમાણ ઘટતા તેની સીધી અસર ખેડૂતો પર જોવા મળી રહી હતી ખાસ કરીને જે વરસાદનું પ્રમાણ ઘટ્યું હતું તેના કારણે પાણીની તંગી ઊભી થઈ હતી અને પાણીની તંગી સર્જાતા ખેડૂતોએ
ખેતરોમાં વાવેતર કરવાનું હોય છે તેમાં ભારે સમસ્યા સર્જાતી હતી. દિવસેને દિવસે ડીસા તાલુકા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણીના તળ પણ 1000 ફૂટથી વધુ ઊંડા જતા જેના કારણે ખેડૂતોએ ખેતી કરવાનું પણ છોડી મૂક્યું હતું તો બીજી તરફ બનાસ નદી પણ છેલ્લા ઘણા વર્ષોથી કોરી ધાકોર પડી હોવાના કારણે આજુબાજુના અનેક ગામોમાં પાણી વગર લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા પરંતુ આ વર્ષે કુદરત જાણે બનાસવાસીઓ પર લહેર વરસાવી રહી હોય તેવું લાગી રહ્યું છે ચાલુ વર્ષે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે જેના કારણે હાલમાં દાંતીવાડા ડેમની ભયજનક સપાટી જે 604 છે તેની સામે હાલમાં દાંતીવાડા ડેમમાં 599.70 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે અને હાલમાં નદી મારફતે દાંતીવાડા ડેમમાં 2000 ક્યુશેક પાણીની આવક થઈ રહી છે તેની સામે દાંતીવાડા ડેમમાંથી એક ગેટ ખોલી 2000 ક્યુશેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી આજે બનાસ નદીનું પાણી ડીસા તાલુકામાં પ્રવેશતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો આજે બનાસ નદીમાં બે કાંઠે નદી આવતા મોટી સંખ્યામાં ખેડૂતો બનાસ નદી પર પહોંચ્યા હતા અને આવનારું સમય ખેડૂતો માટે સુખદાય નીવડે તે માટે બનાસ નદીના નીરને ખેડૂતોએ વધાવી લીધા હતા. આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા પણ બનાસ નદીની પૂજા અર્ચના કરી ખેડૂતો માટે આ નદી આશીર્વાદરૂપ સાબિત થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી બીજી તરફ છેલ્લા ઘણા સમયથી નદી કાંઠાના વિસ્તારોમાં જે ખેડૂતો પાણી વગર ખેતી ન કરી શકતા તેવા ખેડૂતો આજે બનાસ નદીમાં પાણી આવતા જ વધાવી લીધી હતી અને આવનારા સમયમાં જે પાણીના તળ દિવસે ઊંડા જઈ રહ્યા છે તે બનાસ નદી વહેતા ઊંચા આવશે અને જેથી ખેડૂતોને ફાયદો થશે અહેવાલ બનસિગ દરબાર ડીસા