સુરત શહેરના ઓલપાડ તાલુકામાં  જલારામ બાપાની 223 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રસિધ્ધ એવા વિરપુરના સંત જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી  સોમવારના   રોજ   કારતક સુદ સાતમના રોજ પૂજ્ય જલારામ બાપાની 223  મી જન્મ જયંતિની જિલ્લા સહિત તાલુકામાં ભવ્ય  ઉજવણી કરાઇ હતી.જેમાં ઓલપાડ તાલુકામાં સંત જલારામ બાપાની 223 મી જન્મ જયંતિની ઉજવણી સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજી ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઓલપાડ બજારમાં આવેલ જલારામ મંદિરે કાનદાસ બાપુ ના સાંનિધ્ય મા સવારે જલારામબાપાની આરતી, પૂજન, ધજા રોહણ સહિત ભજન કીર્તન જેવા કાર્યક્રમો થયા હતા આ પ્રસંગે ઓલપાડ સહિત આજુબાજુ ગામડાના ભક્તો જલારામ મંદિરે ઉમટી પડી  બાપાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. તેમજ મહાપ્રસાદીનો લાભ લીધો. હતો   જ્યારે ઓલપાડમાં આવેલ કરશનપરા વિસ્તારમાં પણ જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી   જેમાં  મૉટી સંખ્યામાં ભક્તો જોડાઈ બાપાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. તો  તાલુકાનાં   અન્ય ગામોમાં ઠેર ઠેર જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે મહાપ્રસાદી સહિત ભજન કીર્તન જેવા કાર્યક્રમો  યોજાયા હતા.