સરદાર વલ્લ્ભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે દાહોદ નગરમાં એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી યોજાઇ

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ - રાષ્ટ્રીય એકતા દિવસે દાહોદમાં એકતા દોડ- રન ફોર યુનિટી ૨૦૨૨ યોજાઈ હતી. આ એકતા દોડનો સવારે ૭ વાગેથી દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કલેકટર ડો. હર્ષિત ગોસાવી, એએસપી શ્રી જગદીશ બાંગરવાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રન ફોર યુનિટી તાલુકા પંચાયત સર્કલથી ફાયર સર્કલ, ગોવિંદનગર ચોક, અનાજ માર્કેટ ગેટ થઈને પડાવ સર્કલ ખાતે પહોંચી હતી. જેમાં પોલીસ કર્મીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને નાગરિકોને એકતાનો સંદેશ આપ્યો હતો. આ વેળા પોલીસ અધિકારીશ્રીઓ અને પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

રાજ કાપડિયા ___દાહોદ

9879106469