હવેથી વાહન ચોરી કે મોબાઇલ ચોરીનાં અરજદારને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી કારણ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને ડિજિટાઈલ કરવા માટે ઈ એફ.આઇ.આર ની એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે ઈ-એફ.આઇ.આર કરવા માટે સીટીઝન પોર્ટલ કે ગુગલ પ્લે સ્ટોર પરથી એપ ઇન્સ્ટોલ કરી અરજદાર જાતે જ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે જેથી પોલીસ જાતે અરજદાર નો સંપર્ક કરી 30 દિવસની અંદર નિકાલ કરવામાં આવશે હાલમાં ઈ-એફ.આઇ.આર માં મોબાઈલ ચોરી અને વાહન ચોરીનો સમાવેશ કરવામાં આવેલ છે મોબાઇલ અને વાહન ચોરીની ઘટનામાં કોઈ જાતની જોર જબરજસ્તી ન કરેલી હોવી જોઈએ આ પ્રકારની તમામ એફ.આઇ.આર ની જાણકારી આપવા માટેનો પાવીજેતપુર વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આઇજી એમ.એસ.ભરડા ની અધ્યક્ષતામાં E-FIR અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ, નાયબ પોલીસ અધિક્ષક જી.જે.ચાવડા , પાવીજેતપુર પોલીસ મથકના પીએસઆઈ એચ.આર.જેતાવત, માજી ધારાસભ્ય પ્રો.શંકર રાઠવા જિલ્લા કારોબારી ચેરમેન ઉમેશભાઈ રાઠવા , ગ્રામ પંચાયતના સરપંચ, એપીએમસીના ચેરમેન મયૂર પટેલ, પાવીજેતપુર પોલીસ સ્ટેશન નાં કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગનાં કર્મચારીઓ નગરમાં આવેલ તમામ શાળાઓનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા