ગઈ તા .૨૭/૧૦/૨૦૨૨ ના સાંજના આશરે છએક વાગ્યે જાનબાઈ દેરડી ગામની સીમમાં મરણજનાર પ્રતાપભાઇ કેશવભાઇ ચૌહાણ આ કામના ફરિયાદી ભુરીબેન વા. ઓ. પ્રતાપભાઇ કેશવાભાઇ ચૌહાણ તથા ફરીયાદીની દિકરી મંજીલા તથા તેના જમાઇ સંજયભાઈ રહે. તમામ જાનબાઈ દેરડી ગામની સીમમાં વાળાઓ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી તેમની ઉપર પથ્થરના ઘા કરી તથા લાકડા વતી માર મારતા જેથી આ કામના આરોપી સંજય પદમસિંગ જીયા મુળ રહેવાસી, હાતીયા,તાલુકો. દેહલી,જિલ્લો. જાંબવા મધ્યપ્રદેશ હાલ. રહે. આંબરડી , કાળુભાઇ મનજીભાઇ તળાવીયાની વાડીએ જાન બાઈ દેરડી, ગામની સીમમાં, તા.લાઠી, જિલ્લો.અમરેલી વાળાએ મરણજનાર સાથે ઝપાઝપી કરી તેને માથાના ભાગે લાકડા વતી આડેધડ ઘા મારી નાની મોટી જીવલેણ ઇજા કરી મોત નિપજાવી અધિક જીલ્લા મેજી . અમરેલીના જા હેરનામાનો ભંગ કરી ગુન્હો કરી નાસી ગયેલા હોય, જે અંગે ફરીયાદીની ફરીયાદ આધારે લાઠી પોસ્ટે. એ પાર્ટ.ગુન્હા નંબર : ૧૧૧૯૩૦૩૪૨૨૦૫૫૯/૨૦૨૨ : કલમ ૩૦૨,૩૨૩ , તથા તમ ૧૩૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ હતો . સદરહુ ગુનાના આરોપીને તાત્કાલીક પકડી પાડવા માટે મ્હે . પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિહ, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ જી ગોહીલ સાહેબ અમરેલી નાઓએ આરોપી શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી પો ઈન્સ . શ્રી પી.એ.જાડેજા સાહેબ નાઓએ તથા દામનગર પો.સ્ટે.ના પો.સબ ઈન્સ . શ્રી એચ.જી. ગોહીલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમી આધારે ગણતરીની કલાકોમાં ખૂન કેસના આરોપીને પકડી પાડી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત સંજય પદમસિંગ જણીયા મુળ રહેવાસી હાતીયા, દેહલી,તા. રાબા જિલ્લો. જાંબવા ( મધ્યપ્રદેશ )હાલ રહે . કાળુભાઇ મનજીભાઇ તળાવિયા આંબરડી તાલુંકો. લાઠી વાળાની જાનબાઈ દેરડી,ગામની સીમમાં જી.અમરેલી આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ શ્રી પી.એ.જાડેજા તથા દામનગર પો.સબ.ઇન્સ.એચ.જી.ગોહીલ તથા લાઠી તથા દામનગર પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.