આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજનું ફેક્ટ ચેક પીઆઇબી દ્રારા કરવામાં આવ્યું છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર ડિજિટલ ઇન્ડીયા અંતગર્ત મોબાઇલ વાઇ-ફાઇ નેટવર્ક અંતગર્ત ટાવર લગાવી રહી છે, તેના એપ્લિકેશન ચાર્જના રૂપમાં ૭૪૦ રૂપિયા જમા કરવા પડશે. આ વાયરલ મેસેજમાં આ યોજનાનો ફાયદો ઉઠવવા મટે ૭૪૦ રૂપિયા જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ જણાવવામાં આવ્યું હતું કે આમ કરવા પર તમને એકસાથે ૩૦ લાખ રૂપિયા મળશે. આ સાથે જ પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરીના રૂપમાં ૨૫,૦૦૦ રૂપિયા દર મહિને પગાર મળશે.
PIBએ આ વાયરલ મેસેજનું ફેક્ટ ચેક કરતાં જણાવ્યું કે આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકારે આ પ્રકારનો કોઇ પત્ર જાહેર કર્યો નથી જેમા૬ લોકોને ૩૦ લાખ રૂપિયા અને સરકારી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. આ વાયરલ મેસેજ એક છેતરપિંડીનો પ્રયાસ છે. તમને જણાવી દઇએ કે વાયરલ મેસેજ પર બિલકુલ પણ વિશ્વાસ ન કરો અને પોતાની અંગત જાણકારી શેર ન કરો. આ પ્રકારના વાયરલ મેસેજમાં તમારી પાસે બેંક ડિટેલ્સ પણ માંગવામાં આવે છે જેને શેર કરવાનું ટાળો. આમ કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો અને તમારું ખાતું ખાલી થઇ શકે છે. આજકાલ સોશિયલ મીડિયાનો ઘેરાવો ઝડપથી વધી રહ્યો છે. લોકો સમાચારથી માંડીને મનોરંજન સુધી તમામ કામો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
ઘણીવાર સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થાય છે જે ઠગો દ્વારા લોકોને મોકલવામાં આવે છે. આ મેસેજ પર વિશ્વાસ કરતાં તમારે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. આજકાલ દેશમાં ડિજિટલ ઇન્ડીયાના અંતગર્ત મોબાઇલ ટાવર લગાવવાનો એક મેસેજ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે ફક્ત ૭૪૦ રૂપિયા ચૂકવીને ૩૦ લાખ રૂપિયા અને દર મહિને ૨૫,૦૦૦ રૂપિયાની કમાણી કરી શકો છો.