રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાને બેસાડી તેના ગળામાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતના પાટીપારોની ચિલઝડપ કરવાનો બનાવ હળવદમાં બન્યો હતો. તેની પોલીસ ફરિયાદના આધારે પોલીસે રાજકોટના કુબલીયાપરાની નામચીન ગેંગના ત્રણ સભ્યોને મુદામાલના પાટીપારા સાથે કુલ રૂ.૧,૧૫,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેને જેલ હવેલે કર્યા છે. ઝડપાયેલાઓમાં સાસુ-જમાઈ સહિત ત્રણ આરોપીનો સમાવેશ થાય છે. બનાવની વિગત એવી છે કે હળવદના ભવાની નગરમાં રહેતી કાજલબેન વિષ્ણુભાઈ સરૈયા મહિલા ઓટો રિક્ષામાં ધાંગધ્રા ખાતે જઇ રહી હતી. ત્યારે આશુપુરા હોટલ પાસે રિક્ષા પહોંચી વખતે તેના ગળામાં પહેરેલા બો તોલા સોનાનો પાટીપારો રિક્ષામાં બેઠેલી ને નજર ચુકવી સેરવી લઈ ફરાર થઈ ગયા હતા. જે બાબતે કાજલબેને હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હળવદ પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી અને મોરબી એલસીબી પીઆઇની સૂચના મુજબ બાતમીદારોને કામે લગાડી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર વિગેરે જગ્યાએથી માહિતી એકત્રીત કરવામાં આવી હતી અને એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે મળી રાજકોટ કુબેલીયા પરામાં રહેતી પ્રભા ઉર્ફે બાડી તથા તેના સાગરીતોએ મળી આ ગુનાને અંજામ આપ્યો હોવાની વિગતો મેળવી હતી. છે. જેથી પોલીસે તેની પાસેથી રિક્ષા, મોબાઇલ અને ચોરી કરેલા દાગીના મળીને કુલ રૂ. ૧,૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપીઓને હળવદ પોલીસને હવાલે કર્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના પુણા વિસ્તારમાં ટપોરીગીરી નો વીડિયો વાયરલ #vairl_video
સુરતના પુણા વિસ્તારમાં ટપોરીગીરી નો વીડિયો વાયરલ #vairl_video
कर्नाटक के CM बोम्मई ने कांग्रेस के मेनिफेस्टो को बताया 'धोखा', कहा-BJP के कार्यक्रमों से प्रेरित है घोषणापत्र
Karnataka Election 2023 Manifesto: कर्नाटक के विधानसभा चुनाव जैसे-जैसे करीब आ रहे हैं...
KIA Presents INNER STORY on 11,12,13 July 2023at Gate No9Princess Shrine Palace Grounds Bangalore
KIA Presents INNER STORY on 11,12,13 July 2023at Gate No9Princess Shrine Palace Grounds Bangalore
लोकसभा स्पीकर पद पर समझौता नहीं करेगी BJP, डिप्टी स्पीकर पोस्ट के लिए बन सकती हैं सहमति!
मोदी 3.0 सरकार के गठन के बाद से बीजेपी ने साफ कर दिया है कि वह अपने सहयोगियों के आगे नहीं झुकेगी....