ચાણસ્મા ઘાંચી વાસ માં મકાન-માલીકની અડોડાઇ થી બાજુના મકાન માલિક પરેશાન
ચાણસ્મા ખાતે આવેલ ઘાંચીવાસ માં ગયા વર્ષે વધારે વરસાદના કારણે મકાન પડી ગયું હતું જેનો કાટમાળ લાકડા બારણાં કઢાવીને મકાનમાલિકે બાકીનો પડેલો કચરો આજદિન સુધી ઉપાડ્યો નથી
આ બાબતની મૌખિક રજૂઆતો વારેવારે નગરપાલિકા અને મકાન માલિકને કરતા આજ દિન સુધી કોઈ જ સફાઈ થતી નથી અને આજે એમના બાજુના મકાન માલિક સવારે ઉઠીને જોતા અચાનક તેની નજર જતાં વીંછી ઓ દેખાયા હતા અને ઝેરી જનાવરો આ જગ્યામાં છુપાઈ રહે એવી જગ્યાઓ હોવાના કારણે મકાનમાલિક બહુ પરેશાન થાય છે પાછળ પીમ્પ્લેશ્વર મહાદેવ નું રસોડુ આવેલું છે જેમાં રસોઈ થતી હોય તે સમયે જીવા તો ઉડીને આ રસોઈમાં ઘણીવાર પડતી હોય છે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે મકાનમાલિક કોઈ જ કાર્યવાહી કરતા નથી અત્યારે આ જગ્યાએ જાડી ઉગી ગયેલી છે અને ચોમાસું ચાલતો હોવાના કારણે એમાં ઝેરી જીવજંતુઓ ઘણા જ આવતા જતા જોવા મળી રહ્યા છે જો અહિયાં કોઈપણ ને ઝેરી જીવજંતુ કરડશે અને કોઈ દુઃખદ ઘટના બનશે તેની જવાબદારી નગરપાલિકાની ગણવી કે મકાનમાલિકની ખબર પડતી નથી તો નગરપાલિકાએ સત્વરે આ જગ્યાએથી કાટમાળ નો પડેલો કચરો ઉપડાવીને થતો ખર્ચો મકાન માલિક પાસેથી વસૂલ કરવો જરૂરી છે અથવા મકાન માલિક પાસે આ કચરો તાત્કાલિક નિકાલ કરવાની જરૂર છે બાજુ ના મકાન માલિકો પરેશાન થાય છે અને હાલમાં આ ગંદકીના કારણે મચ્છરો નો ઘણો ત્રાસ છે તો આ જગ્યા તાત્કાલિક સાફ કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી થાય એવું આજુ બાજુ ના મકાન માલિકો ઈચ્છી રહ્યા છે મકાન માલિકનું નામ શાહ ચંદુલાલ બેચરદાસ છે જેઓનો પરિવાર હાલ બોમ્બે ખાતે રહે છે આ લોકો જોડે સત્વરે કાર્યવાહી કરાવવા માટે પીપળેશ્વર મહાદેવ અને બાજુના મકાન માલિક માગણી કરી રહ્યા છે
જો આ જગ્યામાં ઝેરી જાનવરો ફરે છે અને કોઈને કરડશે અને અઘટીત ઘટના બનશે જવાબદારી નગરપાલિકાની થશે
આ સ્થળની નગરપાલિકાના ચીફ ઓફિસર કે કર્મચારીઓએ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક કાર્યવાહી કરવી
રિપોર્ટ :-રાજેશ જાદવપાટણ