પ્રધાનમંત્રીશ્રી નું એકતા નગર હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવો એ કર્યું ઉષ્માભર્યું સ્વાગત.... -----------

રાજપીપલા,રવિવાર :-પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે વાયુદળના વિમાનમાં આવ્યા હતા અને સ્વાગતમાં જોડાયા હતા. સ્વાગતમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન, રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિત મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા. ૦૦૦૦