સુરેન્દ્રનગર ખાતે શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.રૂ.35 કરોડથી વધુનાં ખર્ચે ભવનનું નિર્માણ થયુંસુરેન્દ્રનગરમાં શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ કેન્દ્રિય આયુષમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેઓએ જણાવ્યુ કે, 1985 માં એમ.પી.શાહ દ્વારા આ જગ્યાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા માટે દાનમાં આપી સંસ્થાની શરૂઆત કરાઈ હતી.ત્યારબાદ વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં બિલ્ડીંગનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થતા તાલીમ સંસ્થા માટે નવા ભવનની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રૂ. 35 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત નવા ભવનનું નિર્માણ કરાયું છે. રાજ્યમાં એપ્રેન્ટિસ તાલીમ યોજના અંતર્ગત 3 વર્ષથી દર વર્ષે એક લાખથી વધુ યુવાનોને એપ્રેન્ટિસ તાલીમ અપાય છે.મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી તાલીમ યોજના હેઠળ ભવિષ્યમાં જે ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે તેવા ક્ષેત્રોના નવા અભ્યાસક્રમો આઈ.ટી.આઈમાં ચાલુ કરાશે છે. જેમાં સોલર રૂફટોપ, ઇલેક્ટ્રીક વ્હીકલ તેમજ ડ્રોન ટેકનોલોજીને લગતા વ્યવસાયોનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમમાં અગ્રણી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, પી.એન.મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ હાજર રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બસમાં ભુલાયેલ લેપટોપ પોલીસે શોધી કાઢી મૂળ માલિકને કર્યું પરત
તારી બાયપાસ રોડ વિસાવદર ખાતે રહેતા વિશાલભાઈ રમેશભાઈ પુરોહિત રાજકોટ થી એસટી બસ જુનાગઢ આવ્યા હોય...
Citroen Basalt की कीमत का हुआ खुलासा, वायरलेस Apple CarPlay और छह एयरबैग से है लैस
Citroen Basalt Price Out Citroen Basalt के कीमत का खुलासा भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान...
Adani Groups के सभी शेयरों में दिखी तेजी, अंबुजा सीमेंट 4 प्रतिशत और AEL 3 प्रतिशत चढ़ा
नई दिल्ली, बिजनेस डेस्क। Adani Groups Share: आज सुबह से भारतीय शेयर बाजार में अदाणी ग्रुप्स...