વિધાનસભાની ચૂંટણીને નજીકના દિવસોમાં જાહેર થવાની છે. ત્યારે તમામ પક્ષોએ એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલ સાંજે જ આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એક દિવસ રાત્રી રોકાણ ભાવનગર શહેરની નિલમબાગ પહેલે જ હોટલ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.Bનીલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકણ દરમ્યાન બીજા પક્ષો સાથે બેઠકો થઈ હતી. અને આ મામલે ભાવનગર રાજકારણ ગરમાયુ છે. આજે ભાવનગર ખાતે અરવિંદ કેજરીવાલ અને ભાગવત માનની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ પત્રકાર પરિષદમાં વીર માધાતા કોળી સંગઠનના અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા રાજુ સોલંકી વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો કેસ પહેરી જોડાયા હતા. ઉલ્લેખ નિયત છે કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલાથી જ ભાવનગર પશ્ચિમની બેઠક પર પોતાની વર્ચસ્વ ઉભું થઈ શકે અને પશ્ચિમની સીટ આમ આદમી પાર્ટીના ફાળે જાય તેવા હેતુથી તમામ તૈયારીઓ હાથ ધરી ચૂક્યા છે આ બેઠક વર્તમાન કેબિનેટ શિક્ષણ મંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી નો મતવિસ્તાર છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારે ભાવનગર પશ્ચિમની સીટ પર આમ આદમીનો સામનો ફેરવવા માટે તમામ પ્રકારે કામગીરી હાથ ધરી છે જેમાં અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમાં પણ ભાવનગર પશ્ચિમ ની બેઠક પર સૌથી વધુ મતદાતાઓના જ્ઞાતિ સમીકરણને ધ્યાન રાખી કોળી સમાજના દિગ્ગજ નેતાને આમ આદિ પાર્ટીમાં લઈ આવ્યા છે ત્યારે આગામી સમયમાં કોળી સમાજની સામે રાજકીય સમીકરણો મુજબ જો કોળી સમાજના ઉમેદવાર હશે તો જ ભાજપ કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખશે અન્યથા અંદાજિત 60,000 ની વસ્તી ધરાવતા કોળી સમાજના ઉમેદવાર અને તેમાં પણ વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી અન્ય જ્ઞાતિઓ સાથે પણ સામાજિક રીતે જોડાયા હોય જે અંગે આગામી સમયમાં આમ આદિ પાર્ટી દ્વારા રાજુભાઈ સોલંકીની પસંદગી પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર તરીકે કરવામાં આવશે તો ભાજપ કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલી ઊભી થઈ શકે તેવું રાજકીય વિશ્લેષકો પાસેથી જાણવા મળ્યું હતું.
આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ભાગવત માનની ઉપસ્થિતિમાં વીર માંધાતા કોળી સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/10/nerity_d29c3452f08980babb8381e16937c58e.jpg)