રાજકોટ રૂરલ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીને આધારે ઇન્ચાર્જ PI કે.બી. જાડેજા, PSI બી.સી. મિયાત્રા અને SOG સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન એક આઇસરમાં બિલ વગરના લોખંડની એંગ્લો અને સ્પ્રિંગો સાથે કિશન જીવરાજભાઈ દેત્રોજા રહે નિલવડા (અમરેલી) અને લાલજી બટુકભાઈ રાઠોડ રહે અમરાપરા (અમરેલી) વાળા બન્ને ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. 

બે ઈસમો પાસે ભંગારનો કોઇ આધાર પુરાવો ન હોવાથી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી ગેરકાયદેસર લોખંડની એંગલો અને સ્પ્રિંગો સાથે આઇસર મળી કુલ 6,83,750 /- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો બન્ને ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.