સ્ટેચ્યુ ઓફ યુનિટી પાર્કિંગ નં 02 માં પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડીનો કાચ તોડી ને રોકડા રૂપિયા સહિત માલમત્તા ની ચોરી કરી ચોર ઈસમ થયા ફરાર

વસિમ મેમણ તિલકવાડા

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી વિક્રમસિંહ રામસિંહજી ચૌહાણ રહે નીલકંઠ બંગલો એરપોર્ટ રોડ ગાંધીધામ નાઓએ પોતાના પરિવાર સાથે સ્કોર્પિયો ગાડી લઈને કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા હોય અને કેવડિયા પાર્કિંગ નંબર 02 માં પોતાની ગાડી પાર્ક કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર માં ફરવા માટે ગયા હતા જે દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સ્કોર્પિયો ગાડીનો ખાલી સાઈડનો કાચ તોડીને ગાડીની અંદર મૂકેલી બેગ જેમાં મુકેલા રોકડા રૂપિયા 1,50,000 તથા ઇન્ડિયન બેંક અને sbi બેન્કના ડેબિટ કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ સાથે કપડાં અને પરચુરણ સામાન ની ચોરી કરીને લઈ ગયો હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદીએ કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ઘટનાની જાણ કેવડિયા પોલીસને થતાં કેવડિયા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે